ગુસ્સા પાછળ છલકાતો છલોછલ પ્રેમ જેના શબ્દો માં , જેના ઠપકા માં જોવા મળે તે જ ખરેખર આપણાં સાચા અર્થ માં હિતેચ્છુ હોય શકે. ખરેખર તો જે આપણું ભલું ઇચ્છતા હોય તે જ આપણ ને ખીજતા હોય છે , અને આ ગુસ્સા પાછળ રહેલા પ્રેમ ને મમતા ને જો આપણે જોઈ ના શકતા હોય તો ખરેખર આપણાં થી વધુ કોઈ બધિર ના હોય શકે.
આવી જ એક વાત હું આજે મારી અહિયાં રજૂ કરું છું ,
પણ , આટલું આટલું સાંભળ્યા પછી પણ રમવા નું તો બંધ ના જ કર્યું અને ભણવા માં તો હું ક્લાસ માં જ ધ્યાન આપી દેતો અને જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી માં ક્યારેય નાપાસ નથી થયો..
આવી જ એક વાત હું આજે મારી અહિયાં રજૂ કરું છું ,
![]() |
| લખોટી ( લગ્ગી ) |
કોઈ'દી હાથ માં ચોપડી પકડતા તો એને જોયો જ નથી , નિહાળે થી આવીને સીધો જ ઠેલા ( દફ્તર ) નો ચુટ્ટો ઘા કરી ને ખડકી બાર , નો વાચવા નું આવે કોઈ દી કે નો લખવા નું આવે , હવાર માં જાગે ન્યા થી નિહાળે જાય ત્યાં હુધિ અને નિહાળે થી આવીને વાળું વખત થાય ત્યાં હુધિ " લગ્ગી " ને " ગરીયા " જ રમવાની ખબર પડે છે. એમાં હું કપાળ ભણે ઈ .....
![]() |
| ભરમરડો ( ગરિયો ) |
જ્યારે મારા બા,બાપા નો ફોન આવતો ત્યારે મારા દાદીમા અચૂક ઉપરોક્ત વાક્ય કેતા ( હું દાદીમા સાથે રહીને જ ભણતો અને મારા બાપા કામાર્થે બહાર રેતા અને હજી રે છે ) અને હું પાસે ઊભો ઊભો સાંભળતો હોવ , આવું સાંભળીને મને ક્યારેય મારા " માં " પર મને ગુસ્સો નથી આવ્યો કારણ કે અમારા આખા ઘર માં મારા માં મારા મોટા ભાઈ પછી મને જ વધૂ સાચવતા અને હું પણ એમની લાગણી ઑ ને સમજતો , ( મોટો ભાઈ 2 વરસ નો હતો ત્યારથી માં જોડે રેતો ઍટલે વધુ તો એમને જ પ્રેમ કરે ને !! )
પણ , આટલું આટલું સાંભળ્યા પછી પણ રમવા નું તો બંધ ના જ કર્યું અને ભણવા માં તો હું ક્લાસ માં જ ધ્યાન આપી દેતો અને જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી માં ક્યારેય નાપાસ નથી થયો..


No comments:
Post a Comment
આપનો અમૂલ્ય પ્રતીભાવ અહી આપો, કોઈપણ પ્રકાર ની અભદ્ર કોમેંટ્સ નો ઉપયોગ ના કરવા આપ શ્રી ને વિનંતી.