ચાલો ભૂતકાળ ની સફરે
એ પણ એક સવાર હતી જ્યારે ઉઠતાં ની સાથે પંખી ઑ ના કલરવ સાંભળવા મળતા હતા , સવાર ના પહોર માં ચકલી , કાબર , તેતડ જેવા પક્ષી ઑ ચારે બાજુ ઊડાઊડ કરતાં કરતાં એનો મીઠો કલબલાટ કરતાં હતા,
એવી સવાર માં ઉઠી ને હાથ માં બ્રશ લય કોલગેટ નો લોંદો ચોટાડી ઘર ની સામે પડેલા મોટા પથરા પર બેસી જવાનું કોઈ જ ઉતાવળ નય કે નય કાય માથાકૂટ , બ્રશ કરતાં કરતાં નજર તો અમારી ગલી ની બાજુ માં રહેલા લાઇટ ના થાંભલા પર જ મંડાય રેતી,
 |
| image via :- google |
એ થાંભલા પર રોજ સવારે હુડો ( પોપટ ) કોઈ ના ઘર કે વાડી માઠી તાજી પાકેલી બદામ લઈને આવીને બેઠો બેઠો ખાતો હતો , અમે બધા રાહ જોતાં હોય કે ક્યારે પોપટ ની ચાંચ માથી બદામ પડે ને ક્યારે અમે ઉઠાવી ને ખાઈએ ,
ઘણી વાર તો પોપટ ની ચાંચ માં બદામ જોઈ ને ઘરે થી દોટ મૂકીને પોપટ ની ચાંચ માથી બદામ પડાવવા નો પ્રયાસ કરતાં અને એમાં અચૂક સફળતા પણ મળતી , એ ધૂળ માં પડેલી બદામ પોતાના બુસ્કોટ થી લૂછીને ખાવાની જે મજા આવતી એને ક્યારેય નય ભુલાવી શકાય.
એ ચા ઠરી ને ઠીબકું થય ગય.
આવો રસોડા માથી આવતા " માં " ના અવાજ સાથે સવાર પૂરી થય ને દિવસ ચાલુ થાતો .
No comments:
Post a Comment
આપનો અમૂલ્ય પ્રતીભાવ અહી આપો, કોઈપણ પ્રકાર ની અભદ્ર કોમેંટ્સ નો ઉપયોગ ના કરવા આપ શ્રી ને વિનંતી.