ભિક્ષા આપો ને મૈયા
ચિપ્સ દે ને મૈયા પદ્માજી , જોગી ઊભો તારે ટેબલ.. મૈયા પદ્માજી ...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી ….
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ....(૨)
ડીલર કરે છે પોકાર.... રાજા કિસલસીહ....
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...
કેમ રે રમાશે વીનાં ચિપ્સ એ, ખાવું ઝેર કટાર...હો...(૨)
લાખ-કરોડ છોડીને રાજા..(ર) થયો કાં માંગણ અવતારી...રાજા કિસલસીહ...
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...
પોટ લિમિટ સિવાય કદી ન રમતો હું, કરનારો બ્લાઇન્ડ... હો..(૨)
કંચન-શી ચિપ્સ તો રાખ થવાની...(૨) છોડી દે મોહ ચિપ્સ
નો...મૈયા પદ્માજી ...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી ....
બ્લાઈંડ રમાંડું રાજા ટેબલમાં મારા, કરાવું ઝીકમઝીક...હો...(૨)
લીવ કરી ટેબલ મને છોડો ના એકલી...(૨), મારગ બીચ મઝધાર...રાજા
કિસલસીહ...
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...
તીનપત્તિનાં કિંગ તો તીનપત્તિમાં શોભે, શોભે નહીં કેન્ડીક્રશ
માં...હો...(૨)
અલખ ઉજાગરાની ધૂણી ધખાવી...(૨)
થવા કરોડપતિ ને પાર... મૈયા પદ્માજી...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી ...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી , જોગી ઊભો તારે ટેબલ.. મૈયા પદ્માજી ...
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી ….
.
Haresh Bhil ભાઈ ની દોરવણી થી
એડિટ કરીને રિપ્રસ્તુત કરેલ છે.
ખૂબ ખૂબ આભાર આપ શ્રી નો .
કવિવર કાઠુંભા ને ફેસબુક માં મળો.
![]() |
| photos from google |
