શ્રાવણ માસ ની ખૂબ ખૂબ શુભકાનાઓ
દેવો ના દેવ એવા મહાદેવ માટે બજેટ માં આખો
મહિનો ફાળવવા માં આવેલ છે.
જેથી કરીને મહાદેવ એમના બધા જ ભક્તો ના દુખો
ને સાંભળી શકે અને એમના ભક્તો ની અગણિત
ડિમાન્ડ ઉપર વિચારણા કરીને યોગ્ય ફાળવણી કરી
શકે છે.
મહાદેવ આખા સંસાર ના હેડ છે અને મોસ્ટ ઓફ
ટાઇમ અંતરાધીન થઈ ને બેઠા હોય છે જેથી એમના ભક્તો
ની તરફ ખાસ ધ્યાન ના આપી શકે , આથી
બધા જ દેવતા ઑ એ મળીને ભગવાન શિવ ને એક આખો મહિનો જ
આપી દીધો જેમાં એમને દેવલોક ના એકેય પ્રશ્નો
પર ધ્યાન નહીં દેતા માત્ર ને માત્ર પૃથ્વી લોક સાથે જ ઓનલાઇન રેહવું .
ભોળાનાથ આમ તો શાંતિ પ્રિય અને નિજાનંદ માં
રેહવા વાળા દેવ છે, એમને શોર બકોર જરાયે ના ગમે પણ
આટલો સમય શાંતિ થી રહ્યા હોય એટ્લે એમને પણ આ
શ્રાવણ માસ માં ભજન, આરતી અને વળી ડીજે ભજનો સાંભળવાની
ખૂબ જ મજા પડી જતી હશે, ભક્તો
ભોળાનાથ ને રિજવવા શ્રાવણ માસ શરૂ થતાં ની પેહલા જ મસ્ત મસ્ત ફોટા , નવી
નવી રીંગટોન ,
ડાઉનલોડ કરીને આગોતરી તૈયારી માં પડિ જાય છે,
ફેસબુક , ટ્વિટર અને વોટ્સએપ
માં બધા ને અગાઉ થી શુભકામનાઓ ના સંદેશા મોકલી ને શિવ ભક્તિ માં
ગળાડૂબ થય જાય છે, બધા જ
મિત્રો ને શોધી શોધી ને મેસેજ કરે છે,
મંદિર માં દૂધ ની નદીઓ વહેવા લાગે છે, ત્યારે
એક સમયે તો ભોળાનાથ પણ ચકિત થય જતાં હશે કે સાલું મારા
મસ્તક પર થી ગંગા વહે છે એના કરતાં પણ વધુ
ફોર્સ થી દૂઘ નો પ્રવાહ મારા પર ધસમસતો આવી રહ્યો છે , ગંગા
ને તો
જટા માં ધારણ કરી લીધી પણ આને કેમ હું ધારણ
કરીશ, પણ નીલકંઠ જેનું નામ ગળા માં વિશ ને ધારણ કરી લેતા હોય તો
પછી આતો અમ્રુત છે ,
ભોળાનાથ રોજ સવારે દૂધ પિય પિય ને કંટાળતા નહીં હોય .? આવો
સહેજે સવાલ થય આવે પણ
ભોળાનાથ આખા વર્ષ દરમ્યાન સમાધિ માં લીન
રહેલા હોય એક મહિનો તો હોશેહોશે એમના ભક્તો દ્વારા કરવામાં આવતી સેવા
નો લાભ લે છે,
જે મંદિર આખા વરસ દરમ્યાન માત્ર ઉમર લાયક
લોકો નું શાંતિ થી બેસવા માટેનું સ્થળ હોય છે એ જ મંદિર શ્રાવણ માસ
માં ભીડભાડ થી છલકાય જાય છે , નાના
બાળકો થી માંડી યુવાનો, વડીલો અને ઘરડા લોકો પણ નિત્ય દર્શન કરવા
અચૂક
જવા લાગે છે, મંદિર ના પૂજારી ને પણ
ભોળાનાથ ના આ શ્રાવણ માસ પાસેથી ઘણીબધી અપેક્ષાઓ રહેલી હોય છે,
ભક્તો દર્શને આવે અને યથા શક્તિ જે કઈ દાન પેટી માં નાખે એના થી પૂજારી ને ઘણી
આર્થિક મદદ થતી હોય છે,
ભોળાનાથ પણ આવી રંગીન ભક્તિ થી તરબોળ
થઈ ને એકવાર તો એમને પણ એમ થઈ જાય કે અહિયાં જ રહી જાવ.
લી . કાઠીયાવાડ એક્સપ્રેસ

