Tuesday, 24 June 2014

ઇમરજન્સી એટલે શું ? એ શા માટે નાંખેલી ?

આ ૨૬મી જૂને દેશમાં નાખેલી 'ઇમરજન્સી'ને ૪૦મું વર્ષ બેસશે

- ઇમરજન્સી એટલે શું ? - એ શા માટે નાંખેલી ?
- નવી પેઢી જેના વિષે જાણતી નથી અને જૂની પેઢીને જેની યાદ એક દુઃસ્વપ્ન જેવી છે


૨૬ જૂન, ૧૯૭૫
આઝાદ ભારતના ઇતિહાસમાં જેમ ગાંધીજીને ગોળી મારી કે ઇંદિરા ગાંધીને ગોળી મારી કે રાજીવ ગાંધીને બોમ્બથી માર્યા વગેરે દિવસો કાળા અક્ષરે લખાયેલા છે એમ આ દિવસ પણ કાળા અક્ષરે લખાયેલો છે કારણ કે તે દિવસે ત્યારના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી કટોકટી લાદી હતી.

ઇમરજન્સી એટલે લોકશાહી આપણા દેશમાં છે એનો નાશ. લોકશાહીમાં જે બોલવાની છૂટ છે, છાપવાની છૂટ છે, છૂટથી બોલી ન શકો, છૂટથી હરીફરી ન શકો, છૂટથી લખી વાંચી ન શકો.
દેશ જ્યારે આંતરિક કે બાહ્ય ભયમાં હોય ત્યારે ખાસ તો ઇમરજન્સી સરકારો નાખતી હોય છે. આપણા દેશમાં ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ ઇમરજન્સી લાદેલી. નવી પેઢીને પ્રશ્ન થશે અને જૂની પેઢીને પણ યાદ નહીં હોય કે ઇમરજન્સી કેમ લાગુ કરેલી ?
ઇમરજન્સી ૨૫, જૂન ૧૯૭૫ની મધરાતથી લાગુ કરવામાં આવેલી ત્યારે જયપ્રકાશ નારાયણ જનતાના એટલે દેશના લોકપ્રિય નેતા હતા. સત્તામાં ઇંદિરા ગાંધી એટલે કે કોંગ્રેસ હતી. ૧૯૭૧માં ચૂંટણીઓ થયેલી એમાં એ રાયબરેલીમાંથી લોકસભામાં ચૂંટાયેલા એમની સામે રાજનારાયણ નામના સમાજવાદી નેતા ઉભેલા. લાલુપ્રસાદ યાદવ જેવા જોકર જેવા એ નેતા હતા પણ લોકપ્રિય હતા એ રાજનારાયણ પણ હારી ગયેલા એમણે એ ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવાના અને ઇંદિરાએ સત્તાનો ઉપયોગ કરવાના આક્ષેપો કરીને ચૂંટણી રદ કરવાનો કેસ અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરેલો. એ વખતે કેસના ચુકાદાનો સમય નજદીક આવ્યો એટલે રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને કોંગ્રેસી વર્તુળમાં ચર્ચા વિચારણા ચાલી કે આ કેસ માનો કે રાજનારાયણ જીતી જાય અને ઇંદિરા ગાંધી હારી જાય તો શું થાય ?
એટલે ફરી ચૂંટણી થાય અને એમાં માનો કે, ઇંદિરા ગાંધી જ હારી જાય તો શું થાય ?
એ વખતે રાહુલ ગાંધીના પિતા અને સોનિયા ગાંધીના પતિ રાજીવ ગાંધીનો નાનો ભાઈ તથા મેનકા ગાંધીનો પતિ અને વરૃણ ગાંધીનો પિતા સંજય ગાંધી રાજકારણમાં સક્રિય હતો. રાજીવ ગાંધી રાજકારણમાં નહોતા સંજય ગાંધીની નજર ઇંદિરાના વારસ તરીકે વડાપ્રધાનની ખુરશી ઉપર હતી એટલે કોર્ટમાં ઇંદિરા ગાંધી હારી જાય એ સંજય ગાંધીને કે ઇંદિરા ગાંધીને પરવડે તેમ નહોતું. વડાપ્રધાન પદ ઉપર ગમે તેમ કરીને ચીટકી રહેવાની એમની દાનત જાણીતી હતી. કોર્ટના ચુકાદાની રાહ જોવાનું નક્કી કર્યું.

૧૨ જૂન, ૧૯૭૫ના સવારના લગભગ ૧૦ વાગે અલ્હાબાદ હાઇકોર્ટના જજ જગમોહન સિંહાએ પોતાનો ચુકાદો આપ્યો. રાજનારાયણ જીત્યા અને ઇંદિરા હાર્યા. લોકસભાનું એમનું સભ્યપદ છ વર્ષ સુધી ચાલી ગયું એવો ચુકાદો અપાયો. એ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવા માટે ૧૨ દિવસની મુદત આપી જો કે, એ વખતે કોર્ટમાં વેકેશન હતું પરંતુ કોર્ટોના નિયમ પ્રમાણે ખાસ જરૃરી કેસ માટે એક જજ હોય છે. વી. આર. કૃષ્ણઐયર એવા ખાસ જજ ત્યારે હતા. સુપ્રીમ કોર્ટના એ વેકેશન જજ હતા. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને મંજૂર રાખ્યો એટલે કે ઇંદિરા ગાંધી હારી ગયા અને સત્તા છોડવી પડે એવું થયું. સંજય ગાંધીએ ઇંદિરા ગાંધીને ખુરશી બચાવવા મોટો દાવ રમવાની સલાહ આપી એટલે કે વહાલા દિકરાએ હુકમ કર્યો એમ સમજો ને !
ત્યારની દેશની રાજકીય સ્થિતિ સમજવા માટે એ પહેલાના ઇતિહાસમાં ડોકિયું કરવું જરૃરી છે.ઇંદિરા ગાંધી 'ગરીબી હટાઓ'નો નારો લગાવીને ૧૯૭૧ની લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યા એટલે એમની પાસેથી ઘણી આશાઓ હતી. પણ લગભગ દોઢ વર્ષમાં જ ઇદિરા ગાંધીનો 'ગરીબી હટાઓ'નો ફુગ્ગો ફૂટી ગયો. મોંઘવારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર વગેરે એવા વધી ગયા કે જનતા ગળે આવી ગઈ.

ઇંદિરાના જયજયકારના બદલે મુર્દાબાદના નારા થવા લાગ્યા. આંદોલનો થવા લાગ્યા. રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે લીધું એ તો એમના વતન બિહારમાં હતા અને રાજકારણથી નિવૃત્ત થયેલા. રાજ્યોમાં છૂટાછવાયા આંદોલનો ચાલતા હતા એને રાષ્ટ્રીય રૃપ અપાયું અને જયપ્રકાશ નારાયણને એની આગેવાની અપાઈ. એટલે મોંઘવારી અને ઇંદિરા ગાંધી વિરૃદ્ધનું આંદોલન રાષ્ટ્રવ્યાપી બનવા લાગ્યું.

એ આંદોલનનું સૂત્ર (નારો) હતું 'સંપૂર્ણ ક્રાંતિ' આંદોલન અહિંસક હતું અને લોકશાહી ઢબનું હતું એમાં વિદ્યાર્થીઓ, યુવાનો, વિરોધ પક્ષો (ભાજપનું કોઈ સ્થાન ત્યારે નહોતું પણ સમાજવાદી પક્ષ જેવા ઘણા પક્ષો હતા.) ગાંધીવાદીઓ વગેરે જોડાયેલા હતા.
ઇંદિરા ગાંધી એ આંદોલનકારીઓ, જયપ્રકાશ નારાયણ વગેરે સાથે હાથ મિલાવીને કામ કરી શકે તેમ હતું પણ સંજય ગાંધીએ એમ ન થવાદીધું અને સંજયે પોતાના સ્વભાવ મુજબ આંદોલનને કચડી નાખવાનો વિચાર ઇંદિરાને આપ્યો.
સુપ્રિમ કોર્ટનો ચુકાદો ૨૪ જૂને સાંભળીને ઇંદિરા ગાંધી નિરાશ થયા પરંતુ બીજે દિવસે એમને એક બહાનું ઇમરજન્સી નાખવા માટે મળી ગયું. ૨૫ જૂને દિલ્લીના રામલીલા મેદાનમાં આંદોલનના ટેકામાં મોટી સભા હતી. એમાં જયપ્રકાશનું ભાષણ થયું. ભાષણમાં એમણે જે કાંઈ કહ્યું એને ઇંદિરા સરકારે મારી મચડીને રજૂ કર્યું. ઇંદિરાએ આરોપ મૂક્યો કે જયપ્રકાશ નારાયણ લશ્કરમાં બળવો કવરા ઉશ્કેરે છે એટલે આંતરિક સંરક્ષણ માટે ઇમરજન્સી નાખવી પડશે. ઇંદિરા ગાંધીના નિર્ણયના ટેકામાં હરિયાણાના મુખ્યપ્રધાન ચૌધરી બંસીલાલ બસો ભરી ભરીને ભાડુતી માણસો ઠાલવતા હતા. એ માટે દિલ્લી મ્યુનિ.ની બસોનો છડેચોક ગેરઉપયોગ કરાતો હતો.

જયપ્રકાશ નારાયણની સભા પહેલાં જ વડાપ્રધાન ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિ ફખરૃદ્દીન અલી અહમદને મળવા ગયા. એમની સાથે બંગાળના ત્યારના મુખ્યપ્રધાન સિદ્ધાર્થ શંકર રે હતા. એ બહુ મુત્સદ્દી ગણાતા ઇંદિરા ગાંધીએ એમને પૂછ્યું કે, 'પ્રધાનમંડળની મીટીંગ બોલાવ્યા વિના ઇમરજન્સી કેવી રીતે લાગુ કરી શકાય ? એનો કાયદેસરનો રસ્તો શોધી કાઢો.' સિદ્ધાર્થ શંકર રેએ થોડોક વખત માંગીને સાંજે એ રસ્તો બતાવી દીધો. એના આધારે ઇમરજન્સી જાહેર કરીને એના હુકમ ઉપર રાષ્ટ્રપતિની સહી કરાવી લીધી. આવી સહી કરવા રાષ્ટ્રપતિ ફખરૃદ્દીન અલી અહમદ રાજી નહોતા પણ ઇંદિરાના દબાણથી એમણે સહી કરી.
૨૬ જૂન, ૧૯૭૫ના દિવસે વહેલી સવારે ઇંદિરાએ પ્રધાનમંડળના સભ્યોને જગાડી જગાડીને મીટીંગ કરી જેમાં એમણે ઇમરજન્સી લાગુ કર્યાની જાહેરાત કરી. બધા પ્રધાનોમાંથી ફક્ત એકલા સરદાર સ્વર્ણસિંહે ધીમા અવાજે પોતાની નારાજગી જણાવેલી.
ઇમરજન્સી દરમ્યાન સરકારી તંત્રના અત્યાચાર દાદાગીરી અમાપ થઈ ગયા.
ઇમરજન્સીમાં જ ઇંદિરાએ ચૂંટણીઓની જાહેરાત કરી. એને એમ કે લોકો એને જ ચૂંટશે પણ કોંગ્રેસ સામે બધા જ વિરોધ પક્ષોએ ભેગા થઈને મોરચો રચ્યો જેથી કોંગ્રેસ હારી અને મોરારજીભાઈ દેસાઈના વડાપ્રધાનપદમાં બિનકોંગ્રેસી પક્ષોની જનતા સરકાર રચાઈ. ઇમરજન્સી દરમિયાન ઇંદિરા અને કોંગ્રેસે કરેલા કરતુતો વિષે મોરારજીભાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ જે. સી. શાહના પ્રમુખપદે એક સમિતિ રચવામાં આવી. ૧૯૭૭માં ચૂંટણી પછી જનતા પક્ષની એ સરકાર ઇમરજન્સી પછીની પહેલી સરકાર હતી એ સરકાર જનતાએ જ બનાવેલી. ઇંદિરા ગાંધીની ઇમરજન્સી પછીની લોકશાહીવાદી એ સરકાર હતી. ૧૯૭૫થી ૧૯૭૭ દરમ્યાન બે વર્ષના ઇમરજન્સી ગાળા માટે જેમની ફરિયાદો હતી એની તપાસ કરવાનુંકામ એ શાહ પંચે કરવાનું હતું. લગભગ ૪૮,૦૦૦ ફરિયાદો પંચને મળી જેમાંથી ૪૬,૨૬૧ ફરિયાદો તપાસને લાયક તારવવામાં આવી. કેટલીક ફરિયાદો રાજ્યોની સરકારોને આપવામાં આવી. એ રીતે શાહ પંચ પાસે ૩૭,૮૨૯ ફરિયાદો તપાસ માટે રહી. શાહ પંચની રચના જનતા સરકારે એટલે મોરારજી સરકારે ૧૯૭૭ના ૨૮મેએ કરેલી. તપાસ પંચ રચવા અંગેના કાયદા નીચે એની રચના કરવામાં આવેલી. પંચે પહેલો રિપોર્ટ ૧૧ માર્ચ, ૧૯૭૮ના રોજ આપ્યો. બીજો રિપોર્ટ ૨૦ એપ્રિલ ૧૯૭૮ના રોજ આપ્યો. એ સંપૂર્ણ રિપોર્ટ ૫૩૨ પાનાનો હતો જેના ૨૬ પ્રકરણો હતા.

મોરારજીભાઈએ એ રિપોર્ટ ઉપર કામકાજ કરવા એક સમિતિ બનાવી એના ચેરમેન જેઓ અગાઉ ઘણા ઠેકાણે રાજ્યપાલ રહેલા અને એ પહેલા કેન્દ્રના ગૃહ ખાતાના સેક્રેટરી રહેલા એ એલ. પી. સિંહને બનાવ્યા.
બસ પછી વાત અટકી ગઈ કારણ કે મોરારજી દેસાઈની સરકાર આપસના ખટરાગ (શંભુમેળાની સરકાર હતી.) ન ટકી. ચૌધરી ચરણસિંહ અનેએમનો પક્ષ લોકદળ જનતા સરકારમાં હતા જ. ચરણસિંહે સરકારને દગો દીધો પરિણામે મોરારજીભાઈની સરકાર ૧૫, જુલાઈ ૧૯૭૯ના રોજ ઉથલી પડી એટલે ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન થયા પણ એ સંસદ એક દિવસ માટે પણ બોલાવી શકી નહીં. છેવટે ચરણસિંહની સરકાર અને લોકસભાને વિખેરી નાખવામાં આવ્યા અને વચગાળાની ચૂંટણીઓ થઈ જેમાં ઇન્દિરા ગાંધી વિજયી થયા. ૧૯૮૦માં ઇંદિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા અને એમણે પહેલું કામ ઇમરજન્સીમાં કરેલા કરતુતો વિષેના શાહ પંચનો જે અહેવાલ હતો તેનો નાશ કરવાનું કર્યું.

આવી છે ઇમરજન્સીની કથા એ ઇમરજન્સીમાં જેમને સહન કરવું પડેલું એમાંના કેટલાક આજે નથી અને કેટલાક મુખ્યપ્રધાન અને વડાપ્રધાન છે.

- ગુણવંત છો. શાહ

Source :-
મૂળ લેખ વાચવા અહિયાં ક્લિક કરો  >>> ગુજરાત સમાચાર

Saturday, 21 June 2014

ઝઘડો ( કાળો કકળાટ )


હમેશા પોતાની કે કોઈ એ આપણ ને કહેલી વાત ને બીજા ને કેહવી એટલે એક મોટા ધર્મ સંકટ ને નિમંત્રણ આપવું જ સમજવું , જ્યારે જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થતો હોય ત્યારે એનું કારણ ત્રીજી વ્યક્તિ જ હોય છે. બીજા એ કહેલી વાત ને જ્યારે તમે ત્રીજા ને કહો છો ત્યારે આપણે એ વાત ભૂલી જતાં હોય છે કે ગમે ત્યારે આ વાત ઝઘડા નું કારણ બનશે.

 ખાસ તો સ્ત્રી ના પેટ માં કોઈ પણ વાત છુપાય શક્તિ નથી માટે કોઈ એવી વાત હોય જે કોઈ ત્રીજા વ્યક્તિ ની હોય એ કોઈ પણ સંજોગ માં બીજી સ્ત્રી ને કેવી ના જોઇયે. જે લોકો ખૂલલીને બધી વાત એમના દોસ્તો ને કહી દેતા હોય એમને લોકો ખુલ્લા દિલ નો વ્યક્તિ તરીકે ઓળખતા હોય છે . પણ જ્યારે એ બંને ને બોલવાનું (ઝઘડો) થાય ત્યારે એને તમે કહેલી વાતો એ જરૂર થી સામે વાળા ને સંભળાવસે કે પેલો તો મને આમ કેતો હતો , તેમ કેતો હતો .

 કોઈ પણ પરિવાર માં ભાઈઓ ભાઈઓ કે એમની પત્નીઓ વચ્ચે બોલાચાલી કે જઘડો થાય ત્યારે એમને કોઈ એ કહેલી વાતો દ્વારા સામસામે દલીલ સાંભળવા મળે છે જેમાં તેમના છોકરાઓ એ કહેલી વાતો હોય કે પાડોશી પાસે થી સાંભળેલી બડાશ હોય એ બધુ દલીલ બાજી માં જરૂર થી ભળે જ છે . જે વાત થી એક યા તો બીજા ને લાંબા ગાળે પણ જો નુકશાન થાય એમ હોય તો એવી વાત ક્યારેય કોઈ વ્યક્તિ ને કરવી નહીં ,વાત સાંભળતી વખતે લોકો કેહતા હોય છે કે “ મને કે ને હું કોઈ ને નહીં કહું ”. પણ આ સાંભળેલી વાત ભાગ્યે જ પેટ માં રેહતી હોય છે . હું એમ નથી કેહતો કે એ જાહેર કરી દે છે , ના એ જાહેર જ કરી દે એવું નથી પણ જ્યારે એ બંને ને કોઈ વાત એ જઘડો થશે ત્યારે ચોક્કસ એ વ્યક્તિ ને તમે કહેલી વાત સાંભળવશે.

 મૈ તો જોયેલું અને અનુભવેલું છે કે ઘર ઘર માં થતાં ઝઘડા નું મૂળ મૈન આ “ કાન ભંભેરણી ” જ હોય છે. જ્યારે સય્યુક્ત કુટુંબ માં તમે રહેતા હો અને છોકરા ઓ એમના માં-બાપ ને નાના માં નાની વાત પણ કહી દેતા હોય છે , જેમ કે  મને કાકા જ્યારે ત્યારે ખીજાય છે , મારે છે . મારી સાથે માં તો સારો વહેવાર જ નથી કરતાં , દાદા નો છોકરો (મોટો ભાઈ) મને કોઈ વસ્તુ આપતો નથી , ફલાણો આમ ને ઢીકણો આમ. જ્યારે આ બધી વાતો આમ જોવામાં નાની લાગે છે પણ આ નાની નાની વાતો થી જ ઘર માં ઝઘડા થતાં હોય છે .

 ઉપરોક્ત કહેલી વાતો સાંભળતી વખતે તો કઈ થતું નથી પણ  જ્યારે કોઈ વાતે ઝઘડો થાય છે ત્યારે આ બધી નાની નાની વાતો જ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે , ત્યારે આ સાંભળેલી વાતો અચૂક જાહેર થાય છે .

કાઠીયાવાડ એક્સ્પ્રેસ ઉવાચ :-કોઈ પણ સંજોગ એવા નથી હોતા કે બધી વાતો કોઈ ને કહી દેવી પડે. વાત ને પેટ માં રાખતા શીખો .

Friday, 13 June 2014

ભૂતકાળ ને ભવિષ્ય નું બીબું ન બનાવો . જેવો ભૂતકાળ હોય તેવું જ ભવિષ્ય હોય તે જરૂરી નથી.

ગુસ્સા પાછળ છલકાતો છલોછલ પ્રેમ જેના શબ્દો માં , જેના ઠપકા માં જોવા મળે તે જ ખરેખર આપણાં સાચા અર્થ માં હિતેચ્છુ હોય શકે. ખરેખર તો જે આપણું ભલું ઇચ્છતા હોય તે જ આપણ ને ખીજતા હોય છે , અને આ ગુસ્સા પાછળ રહેલા પ્રેમ ને મમતા ને જો આપણે જોઈ ના શકતા હોય તો ખરેખર આપણાં થી વધુ કોઈ બધિર ના હોય શકે.

આવી જ એક વાત હું આજે મારી અહિયાં રજૂ કરું છું ,

લખોટી ( લગ્ગી ) 

કોઈ'દી હાથ માં ચોપડી પકડતા તો એને જોયો જ નથી , નિહાળે થી આવીને સીધો જ ઠેલા ( દફ્તર ) નો ચુટ્ટો  ઘા કરી ને ખડકી બાર , નો વાચવા નું આવે કોઈ દી કે નો લખવા નું આવે , હવાર માં જાગે ન્યા થી નિહાળે જાય ત્યાં હુધિ અને નિહાળે થી આવીને વાળું વખત થાય ત્યાં હુધિ " લગ્ગી " ને " ગરીયા " જ રમવાની ખબર પડે છે. એમાં હું કપાળ ભણે ઈ ..... 

ગરિયો
ભરમરડો ( ગરિયો )



જ્યારે મારા બા,બાપા નો ફોન આવતો ત્યારે મારા દાદીમા અચૂક ઉપરોક્ત વાક્ય કેતા ( હું દાદીમા સાથે રહીને જ ભણતો અને મારા બાપા કામાર્થે બહાર રેતા અને હજી રે છે ) અને હું પાસે ઊભો ઊભો સાંભળતો હોવ , આવું સાંભળીને મને ક્યારેય મારા " માં " પર મને ગુસ્સો નથી આવ્યો કારણ કે અમારા આખા ઘર માં મારા માં મારા મોટા ભાઈ પછી મને જ વધૂ સાચવતા અને હું પણ એમની લાગણી ઑ ને સમજતો , ( મોટો ભાઈ 2 વરસ નો હતો ત્યારથી માં જોડે રેતો ઍટલે વધુ તો એમને જ પ્રેમ કરે ને !! )  

પણ , આટલું આટલું સાંભળ્યા પછી પણ રમવા નું તો બંધ ના જ કર્યું અને ભણવા માં તો હું ક્લાસ માં જ ધ્યાન આપી દેતો અને જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી માં ક્યારેય નાપાસ નથી થયો..


Wednesday, 11 June 2014

ચાલો ભૂતકાળ ની સફરે

એ પણ એક સવાર હતી જ્યારે ઉઠતાં ની સાથે પંખી ઑ ના કલરવ સાંભળવા મળતા  હતા , સવાર ના પહોર માં ચકલી , કાબર , તેતડ જેવા પક્ષી ઑ ચારે બાજુ ઊડાઊડ કરતાં કરતાં એનો મીઠો કલબલાટ કરતાં હતા, 


એવી સવાર માં ઉઠી ને હાથ માં બ્રશ લય કોલગેટ નો લોંદો ચોટાડી ઘર ની સામે પડેલા મોટા પથરા પર બેસી જવાનું કોઈ જ ઉતાવળ નય કે નય કાય માથાકૂટ , બ્રશ કરતાં કરતાં નજર તો અમારી ગલી ની બાજુ માં રહેલા લાઇટ ના થાંભલા પર જ મંડાય રેતી, 

image via :- google


એ થાંભલા પર રોજ સવારે હુડો ( પોપટ ) કોઈ ના ઘર કે વાડી માઠી તાજી પાકેલી બદામ લઈને આવીને બેઠો બેઠો ખાતો હતો , અમે બધા રાહ જોતાં હોય કે ક્યારે પોપટ ની ચાંચ માથી બદામ પડે ને ક્યારે અમે ઉઠાવી ને ખાઈએ , 


ઘણી વાર તો પોપટ ની ચાંચ માં બદામ જોઈ ને ઘરે થી દોટ મૂકીને પોપટ ની ચાંચ માથી બદામ પડાવવા નો પ્રયાસ કરતાં અને એમાં અચૂક સફળતા પણ મળતી , એ ધૂળ માં પડેલી બદામ પોતાના બુસ્કોટ થી લૂછીને ખાવાની જે મજા આવતી એને ક્યારેય નય ભુલાવી શકાય. 


એ ચા ઠરી ને ઠીબકું થય ગય. 


આવો રસોડા માથી આવતા " માં " ના અવાજ સાથે સવાર પૂરી થય ને દિવસ ચાલુ થાતો . 



શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગના સર્વેનું પરિણામ ,






વિનય ખત્રીએ પોતાના બ્લૉગ Funngyan.comના ઉપક્રમે એક સર્વે કર્યો હતો. ગુજરાતી બ્લૉગરો અને બ્લૉગ વાચકોને ખૂબ ઉપયોગી થાય એવા સર્વેક્ષણનાં રિઝલ્ટ્સ આવી ગયાં છે.

આ સર્વેક્ષણમાં કુલ ૧૯૨ વાચકોએ ભાગ લઈને કુલ ૨૪૩ બ્લૉગને બધું મળીને ૧૨૫૩ મત આપ્યા છે. ડુપ્લિકેટ તથા અધૂરા મત બાદ કર્યા પછી ૧૧૬૦ મત ગતણરીમાં લેવામાં આવ્યા છે. 

આ સર્વે વિનય ખત્રી દ્વારા કરવામાં આવ્યો હોવાથી એમના બ્લૉગ Funngyan.comને ૧૯૨માંથી ૫૨ મત મળ્યા હોવા છતાં યાદીમાં એનો સમાવેશ નથી. આ ઉપરાંત વિનય ખત્રી જે બ્લૉગના ઓફિશ્યલ કર્તાહર્તા છે તે ‘ભેળપૂરી’ના લેખક સૌરભ શાહના બ્લૉગ saurabh-shah.comને ૧૯૨માંથી ૩૨ મત મળ્યા છે પણ યાદીમાં એ બ્લૉગનો પણ સમાવેશ નથી થયો. કોઈ પણ સર્વેક્ષણની તટસ્થતા માટે આટલી તકેદારી રાખવી અનિવાર્ય ગણાય. વિનય ખત્રીએ દાખવેલી આ પારદર્શકતા સરાહનીય છે.

સૌથી પહેલા સ્થાને Readgujarati.com આવે છે. ભેળપૂરીમાં મૃગેશ શાહના આ બ્લૉગ વિશે તમે પરિચય મેળવી ચૂકયા છો. ૧૯૨માંથી ૫૯ મત આ બ્લૉગને મળ્યા છે.

દ્વિતીય સ્થાને લોકપ્રિય કટારલેખક, જય વસાવડાના Planetjv.wordpress.com આવે છે. ૧૯૨માંથી ૫૫ મત એમને મળ્યા છે. આ બ્લૉગનો વિશેષ પરિચય ‘ભેળપૂરી’માં હવે આવશે.

ત્રીજા સ્થાને aksharnaad.com છે. ૧૯૨માંથી ૪૬ મત.

ચોથા સ્થાને kartikm.wordpress.com છે. કાર્તિક મિસ્ત્રીના આ બ્લૉગનો પરિચય ભેળપૂરીમાં તમને મળી ગયો છે. ૧૯૨માંથી ૩૯ મત છે.

પાંચમા સ્થાને લયસ્તરોડૉટકૉમ (laystro.com) છે. ૧૯૨માંથી ૩૧ મત.

આ પાંચ બ્લૉગ પછીની યાદી આપને જણાવતાં પહેલાં એક વાત. બ્લૉગમાં માત્ર પોતાનાં લખાણો મુકાય અને ગુજરાતી ભાષાનાં ઉત્તમ સાહિત્યકારોનાં લખાણો પણ મુકાય. વિવિધ લેખો-કવિતાનું ચયન કરનારા બ્લૉગની લોકપ્રિયતા મૌલિક લેખો જ પોસ્ટ કરતા બ્લૉગ કરતાં વધારે હોવાની એ સ્વાભાવિક છે. મારા નમ્ર મત મુજબ બેઉ પ્રકારના બ્લૉગ ઉપયોગી હોવા છતાં મૌલિક પોસ્ટવાળા બ્લૉગનું મૂલ્ય વધારે જ છે. આ હિસાબે જોઈએ તો હું જય વસાવડા અને કાર્તિક મિસ્ત્રીના બ્લૉગને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન આપું. રીડગુજરાતી તથા અક્ષરનાદ, લયસ્તરો વગેરેની યાદી અલગ બનાવીને એને અનુક્રમે પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન આપું.

જોકે, આ સર્વેક્ષણની નિયમાવલિ મુજબ આવા કોઈ ભેદ રાખવામાં આવ્યા નથી. માટે આપણે એ જ પ્રથાને અનુસરીશું જે સર્વેક્ષણકારે સ્વીકારી છે.

છઠ્ઠા સ્થાને ૧૯૨માંથી ૩૨ મત મેળવીને હિના પારેખનો બ્લૉગ heenaparekh.com છે. 

સાતમા સ્થાને tahuko.com છે. ૧૯૨માંથી ૨૯ મત.

આઠમા સ્થાને અધીર અમદાવાદી જેઓ ‘મુંબઈ સમાચાર’ની રવિવારની ‘ઉત્સવ’ પૂર્તિના એક ઉત્તમ કટારલેખક છે તેમનો adhir-amdavadi.com બ્લૉગ છે. ૧૯૨માંથી ૨૮ મત.

નવમા સ્થાને યશવંત ઠક્કર છે. એમના બ્લૉગ ‘અસર’ વિશે તમે ‘ભેળપૂરી’માં વાંચી ચૂક્યા છો. asaryc.wordpress.comને ૧૯૨માંથી ૨૭ મત મળ્યા છે.

દસમા સ્થાને raolji.com છે. ૧૯૨માંથી ૨૦ મત.

બાકીની યાદી આ મુજબ છે:

૧૧. cybersafar.com (18/192)

૧૨. vmtailor.com (17/192)

૧૩. niravsays.wordpress.com (૧૫/૧૯૨)

૧૪. કુલ ચાર બ્લૉગ આ સ્થાને છે:

Saksharthakkar.wordpress.com (14/192)

harshalpushkarna.blogspot.in (14/192)

jjkishor.wordpress.com (14/192)

netvepaar.wordpress.com (14/192)

૧૫. પંદરમા સ્થાને ત્રણ બ્લૉગ છે:

vanchanyatra.wordpress.com (13/192)

webgurjari.in (13/192)

rankaar.com (13/192)

૧૬. સોળમા સ્થાને પણ ત્રણ બ્લૉગ છે:

kinner-aachharya.blogspot.in (12/192).net/das/ (12/192)

spancham.wordpress.com (12/192)

૧૭. સત્તરમા સ્થાને કુલ ૪ બ્લૉગ છે:

urmisaagar.com (11/192)

shishir-ramvat.blogspot.in (11/192)

wwishkothari-gujarati.blogspot.in (11/192)

niravrave.wordpress.com (11/192)

૧૮. primavirani.wordpress.com (10/192)

દસથી ઓછા મત મેળવનારા અને ૧૯માથી ૨૫મા સ્થાને આવનારા બાકીના બ્લૉગની યાદી તમે Funngyan.com પર જોઈ શકો છો. ઉપરના તમામ બ્લૉગની તૈયાર લિન્ક પણ તમને ત્યાંથી જ મળશે.


>>>મૂળ સ્ત્રોત  : -  મુંબઈ સમાચાર 

Monday, 9 June 2014

સ્વાગત લેખ ωєℓ¢σмє тσ αℓℓ яєα∂єя


કાઠીયાવાડ એક્સપ્રેસ 


કોઈ પણ ક્ષેત્ર હોય હમેશા સૌથી મુશ્કેલ કાર્ય હોય તો તે છે  " પ્રથમ કદમ " , 

પેલું ડગલું માંડવું એ સૌથી મુશ્કેલ હોય છે , જે વ્યક્તિ પેલું પગલું એકવાર ભરી લે પછી તો તે ઉપર જ જવાનો છે,

હા રસ્તા માં વિઘ્નો તો અચૂક આવે પણ માનસ જેનું નામ , વિઘ્નો સાથે જે લડે અને વિકટ પરિસ્થિતિ ને દુર કરી સુમેળ ભર્યું સંતુલન સાધી આગળ વધવું,

મેં પણ અહિયાં હવે મારા ચરણ ( હાથ ના આંગળા જ કયો તો ય ચાલે ) કમળ માંડ્યા છે. તમારા બધા નો સાથ અને સહકાર લયને આગળ વધતા રેશું। ..

આ નાના એવા પેજ પર બધા જ મિત્રો , વડીલો , નું હું કાઠીયાવાડ એક્ષ્પ્રેસ ઉમળકા ભર્યું સ્વાગત કરું છુ. 

તમારા સલાહ સુચન હંમેશા ને માટે આવકાર્ય રેશે.





કાઠીયાવાડ એક્સપ્રેસ નો સાદો પરિચય

>> કાઠીયાવાડ એક્સપ્રેસ <<

હાવ અભણ તો નય પણ વધુ ભણેલો ય નહિ.

સ્વભાવે મનમોજીલો.

આપણ ને એકલા રેવું જરાકેય નાં ગમે એટલે જ્યાં ત્યાં દોસ્તારું શોધતા ફરીએ ..


જરાક વાંચન લેખન નો શોખ ખરો એટલે 

હવે અહિયાં વાચવા અને જેવું આવડે એવું લખવા 

માટે બ્લોગ પર પધરામણી કરી છે.


હજી હમણાં તો આયા આપડે

 પેલું પગલું માંડીએ છીએ , 

જેથી 

કોઈ મહાન લેખ ની આશા નો રાખવી. 

હા એક વાત છે કાય ખરાબ પણ નાય લખું . 


BAPA SITA RAAM


CLICK HERE :- 

<KATHIYAWAD EXPRES>