Tuesday, 4 November 2014

ભિક્ષા આપો ને મૈયા


ભિક્ષા આપો ને મૈયા


ચિપ્સ દે ને મૈયા પદ્માજી , જોગી ઊભો તારે ટેબલ.. મૈયા પદ્માજી ...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી ….

વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ....(૨)
ડીલર કરે છે પોકાર.... રાજા કિસલસીહ....
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...


કેમ રે રમાશે વીનાં ચિપ્સ એ, ખાવું ઝેર કટાર...હો...(૨)
લાખ-કરોડ છોડીને રાજા..(ર) થયો કાં માંગણ અવતારી...રાજા કિસલસીહ...
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...


પોટ લિમિટ સિવાય કદી ન રમતો હું, કરનારો બ્લાઇન્ડ... હો..(૨)
કંચન-શી ચિપ્સ તો રાખ થવાની...(૨) છોડી દે મોહ ચિપ્સ નો...મૈયા પદ્માજી ...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી ....


બ્લાઈંડ રમાંડું રાજા ટેબલમાં મારા, કરાવું ઝીકમઝીક...હો...(૨)
લીવ કરી ટેબલ મને છોડો ના એકલી...(૨), મારગ બીચ મઝધાર...રાજા કિસલસીહ...
વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...


તીનપત્તિનાં કિંગ તો તીનપત્તિમાં શોભે, શોભે નહીં કેન્ડીક્રશ માં...હો...(૨)
અલખ ઉજાગરાની ધૂણી ધખાવી...(૨) થવા કરોડપતિ ને પાર... મૈયા પદ્માજી...
ચિપ્સ દે ને મૈયા પદ્માજી ...


ચિપ્સ દે ને મૈયા પદ્માજી , જોગી ઊભો તારે ટેબલ.. મૈયા પદ્માજી ...

વહેમ રે કાઢી નાખો રાજા કિસલસીહ...

ચિપ્સ દે ને મૈયા પદ્માજી ….
.
Haresh Bhil ભાઈ ની દોરવણી થી
 એડિટ કરીને રિપ્રસ્તુત કરેલ છે.
ખૂબ ખૂબ આભાર આપ શ્રી નો .


કવિવર કાઠુંભા ને ફેસબુક માં મળો.

>>>> KathiYawad ExPreSS <<<<

રાજાજી કિસલસીંહ ને ફેસબુક માં મળો.

>>>>> કિસલસીંહ <<<<

TEEN PATTI
photos from google

Saturday, 18 October 2014

એક ફૂલ દો માલી

એક ફૂલ બે માળી ( ગુજરાતી )


પ્રસ્તુત છે લવ ટ્રાયંગલની એક એવી પ્રેમ કહાની જે રૂપેરી પરદે અમર થઇ ગઈ છે. આની વાર્તામાં શામેલ ત્રણ પાત્રો કુમુદ, SNS અને રોમિયો આજે ફેસબુકની દીવાલે દીવાલે જાણીતા નામ થઇ ગયા છે. તો આવો વધારે સમય ના વેડફતા આ ફિલ્મ જોવાનું ચાલુ કરીએ............

નોંધ : આ ફિલ્મના તમામ પાત્રો કાલ્પનિક છે અને આ ફિલ્મની વાર્તાને વાસ્તવિક જીવન સાથે કઈ સબંધ નથી અને જો કોઈ સબંધ નીકળે તો એ માત્ર અને માત્ર એક સંયોગ હોઈ શકે છે. (હ્હ્હ.......વાર્તા કેટલી પણ સાચી હોય પણ આવી નોંધ લખવી પડે નકર કાલે વધુ એક જણ કુમુદ પર દાવો કરતું આવે તો? )____________________________________________

રોજ મિત્રો સાથે ગપ્પા મારવાનું કોઈને મન થયું હશે... જેથી તેણે ફેસબુક નામનું ગામ ઈંટરનેટ પર વસાવ્યું હશે. યુગો પહેલાની વાત છે. ફેસબુક નામનું એક ખુબ જ વિશાળ ગામ ઇન્ટરનેટ નામની દુનિયામાં થઇ ગયું. આ ગામમા અનેક મિત્રોના ટોળા વસવાટ કરતા હતા જે ચીત્ર-વિચિત્ર નામોથી ઓળખાતા. જેમ કે કોઈ ટોળાનું નામ ખુશબુ ગુજરાત કી હતું, કોઈનું પાગલ લોકો કી દુનિયા, કોઈનું સમ્રાટ સમુદ્રગુપ્તનો દરબાર તો એકાદું ટોળું એવુય હતું જેનું સાચું નામ જે કઈપણ હોય પરંતુ ફેસબુક ફેક સમાજના સદસ્યો એ ટોળાને ઘરડાઘરતરીકે ઓળખતા. આ બધામાં એક ભુઈન્દ્રું ટોળું પણ હતું જેનું ઉપનામ ચોકહતું.

ફેસબુક ફેક સમાજ !!!!  નામ સાંભળીને ચોકી ગયા ને ? જી હા આવા વિવિધ ટોળાઓના મેળાવડામાં ફેસબુક ફેક સમાજનામનું આગવું તરી આવે એવું એક અનોખું ટોળું પણ હતું .  જેમાં અનેક મહાન (!) સદસ્યો હતા. આ ટોળાની વિશેષતા એ હતી કે એમાં દરેક જણ પોતાના માંતાપિતાએ રાખેલા એમના નામને બાજુ પર મૂકી પોતાને ગમતું નામ પોતેજ રાખીને આ ફેસબુક નામના ગામમાં વિહરી શકતા. એમની વિશેષતા એ હતી કે તેમના ફક્ત નામ ફેક હતા દિલ નહી. આ ફેક સમાજના ટોળામાં દરેક ઉમરના લોકો રહેતા હતા. બે મહિનાના બાઉ થી માંડી ને ૧૦૦ વરસના ભાભલા સુધીના તમામ ઉમરના લોકો તમને અહી જોવા મળે. તેમજ આ ટોળામાં ફક્ત મનુષ્ય જ નહી પણ પશુપંખીઓને પણ વિનામુલ્યે એન્ટ્રી અપાતી હતી. જેનો લાભ લઇ સફેદકાગડો , પોપટો , ગલુડિયુ , ઉન્દેડો  તેમજ અન્ય પ્રજાતિના જીવો આ ટોળામાં ઘુસી ગયા હતા. આમની સાથેસાથે જો કોઈ પુરુષ, જાતિપરિવર્તનનું ઓપરેશન કરાવ્યા વગર જ કોઈ સ્ત્રી સભ્યની આઈડી બનાવીને અહી આવી જાય તો પણ અહીના લોકો તેની પોસ્ટ પર જે તે છોકરીનો ફેક ફોટો જ જોઇને લાઈક તેમજ કોમેન્ટ ઝીંકી દેતા હતા. ફેસબુક ફેક સમાજના અનુભવી વડીલો આવા છોકરીઓના ફેક આઈડી બે મિનીટમાં ઓળખી જતા તો પણ એ વિષે જાજી પંચાત તેઓ કરતા નહી અને પોતાના કામથી કામ રાખતા.

આ ટોળામાં પીયુષ નામનો એક ચબરાક ટેણીયો હતો. જે એના જનમ થયાના ૨૪ વરસ થઇ ગયા પછી પણ અઢી વરસનો જ થયો હતો ! આખા ફેસબુક ગામમાં મસ્તી કરવાનો ઓસ્કર એવોર્ડ એને મળવો જોઈએ એટલી એ ફેસબુક પર મસ્તી કરતો. એને ભાભીઓના ખોળામાં બેસવાનો ગજબનો શોખ હતો. આ ટોળાનો કોઈપણ પુરુષ મેમ્બર પરણે તો આ એના લગ્નની વાડીએ જઈ નવા ભાભીને પોતાને તેડવાનું કહીને એમના ખોળામાં બેસીને જ જંપતો. અને પછી જ એના દોસ્તારને પરણવા દેતો. પણ એના દિલમાં આમ કઈ નહી હો પાછુ. આ તો બે ઘડી ગમ્મત કરતો. એના આવા કારનામાંઓને લીધે જ આ આખુ ફેક સમાજ મોજ મસ્તી કરતુ હતું. બિચારા એના પોતાના જીવનના અઢી વરસમાં બે વાર મેરેજ થઈને ચાર વાર તો એના ડિવોર્સ થઇ ગયા હતા! ને પાંચમી હારે પણ પેઢી ઉઠી જવાની છે એવા ન્યુઝ વહેતા થયા હતા તો પણ એ કઈ મનમાં ન લેતો અને બધાને હસાવે જાતો હતો. 

આ પીયુષ એ એના SNS કાકા (સોરઠનો સિકંદર)  સ્થાપેલી કમ્પની ‘શુભ પ્રસંગે અમે પણ ઓર્ડર લઇ સીયે ’ જેને બહુધા લોકો ‘S કમ્પનીના નામે ઓળખતા હતા તેમાં કામ કરતો હતો. જેમાં દિવસ-રાત તનતોડ મહેનત કરીને એ કમ્પનીના ક્લાયન્ટસને સેવાઆપતો હતો. અને કમ્પનીનું નામ કેમ ઉપરલાવવું એનાજ વિચાર એના મગજમાં ૨૪ કલાક ફરતા હતા. SNS કાકા પણ એનાથી બહુ જ ખુશ હતા. જે કમ્પનીમાં એમણે પોતાની ખુનપસીનાની મહેનત લગાવીને એને આટલી આગળ લાવી હતી તે કમ્પનીનું ભવિષ્ય ટેણીયા જેવા આ બીઝનેસના હોનહાર ગણાતા શખ્સના હાથમાં જોઈ તેઓ ધન્યતા અનુભવતા હતા. 

પણ અહી જ તેમની ભૂલ થઇ રહી હતી. SNS કાકાની S કમ્પની આટલી આગળ આવી તેમાં SNS તેમજ પીયુષ કરતા પણ જો કોઈનો વધારે ફાળો હોય તો તે આ કમ્પનીના ભૂતપૂર્વ કર્મચારીઓનો હતો. જે  બધાયને પીયુષ નામના આ ટેણીયાએ ષડયંત્ર રચી તેમજ SNS કાકાની આખો પર પટ્ટી બાંધીને કોભાંડઆચરી કમ્પનીમાંથી વગર પીએફે બહાર કઢાવી નાખ્યા હતા. 

આ ભૂતપૂર્વ કર્મચારીઓમાં સંદીપ સાવલિયા, ભાવેશ માંડલિયાબચું પટેલસેમ ત્રિવેદી , ફેસબુકનો રોમિયો , ભરત પટેલ, મિતેશ પટેલતેમજ બીજા પણ ઘણાય મિત્રોનો સમાવેશ થાય છે. અને આ ફેસબુકનો રોમિયો રિશ્તામાં પાછો પીયુષનો મામો લાગતો હતો. ને આને મામાને સદાય મામો જ બનાવ્યો છે. પીયુષના કમ્પનીમાં આવ્યા પહેલા આ બધાય સદસ્યો કમ્પનીના ડાયરેક્ટર શ્રી SNS સાથે ખભેખભા મળાવીને ચાલતા હતા. 

પણ એક તાલાબ કી મછલી પૂરે સમન્દર કો ખરાબ કર દેતી હે એમ S કમ્પનીને માછલી નહી પણ એક કોબ્રો નડી ગયો હતો જેના  પરિણામસ્વરૂપ આ બધાય કર્મચારીઓ S કમ્પનીમાંથી બહાર ફેકાઈ ગયા હતા. હવે S કમ્પનીમાં આ કોભાંડીકાકા ભત્રીજાવનું જ રાજ ચાલતું હતું પણ S કમ્પનીના આ ભૂતપૂર્વ કર્મચારીઓ ય પાછા આમ ગાંજ્યા જાય એમ ન હતા. એમને  S કમ્પનીમાંથી બહાર નીકળીને પોતાની એક  નવી કમ્પની સ્થાપી. જેનું નામ સંદીપ સાવલીયાએ ‘D કમ્પનીરાખેલ. આ બાબતની જાણ આ કાકા ભત્રીજાને થતા જેઓ ખુબ ગુસ્સે થયા હતા અને એકતરફી મનાતા પોતાના આ બીઝનેસમાં એમને હવે કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડશે એ વિચારતા જ તેમના હાંજા ગગડી ગયા હતા. પણ સીધી સ્પર્ધામાં આ કાકા ભત્રીજા ‘D કમ્પનીવાળાવનાસભ્યો ને પહોચી ના શકતે એ વાત આ બન્ને બરોબર જાણતા હતા જેથી કરીને તેમને કૂટનીતિ અપનાવી ‘D કમ્પનીના તમામ કર્મચારીઓ કાંડીછે એવી અફવા આખા ફેસબુક ગામમાં ફેલાવવા માંડી હતી. અને દરેક કર્મચારીના માથા પર કોઈના કોઈ કાંડમાં શામિલ હોવાનું ખોટેખોટું લેબલ ચિપકાવી દીધું હતું. આવા મસમોટા કોભાંડ આ કાકા ભત્રીજા આચરી રહ્યા હતા પોતાની કમ્પની ચલાવવા.........

અહી થોડી ભૂતકાળ અર્થાત ફ્લેશબેકની વાત કરી લઈએ.

SNS અને રોમિયો કમ્પનીમાં ભલે બોસ અને કર્મચારી હોય પણ પીયુશે આ બધા કોભાંડઆચર્યા એ પહેલા રોમિયો અને SNS સગાભાઈની જેમ રહેતા હતા .  SNS નું બોલ્યું કોઈ દી રોમિયો ઠાલે નહી અને સામે SNS પણ કોઈ ક્લાયન્ટનો ઓડર ભલે તેમને ગમે તેટલો ગમી જાય પણ જો રોમિયો એકવાર કહી દે કે મારે એ ઓર્ડર લેવાનું મન છે , તો તેઓ રોમિયાને તે ઓર્ડર ખુશી ખુશી લેવા દેતા હતા . ક્યારેક ના ન પાડતા. આવી ભાઈભંદી હતી એમની વચ્ચે.

એક દિવસની વાત છે. આ બન્ને કમ્પનીમાંથી કામ પતાવીને પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા. અષાડની વરસાદી સાંજ હતી. આકાશ કાળું ડીમાંગ થઇ ગયું હતું. ક્યારેય પણ મેહુલીયો વરસી પડે એવું વાતાવરણ બની રહ્યું હતું. બન્ને જણા ફટાફટ ઘરે જવા ચાલી રહ્યા હતા ત્યાજ એક છોકરી રોમિયાથી અજાણતામાં આવીને અથડાઈ ગઈ. છોકરીના હાથમાં દરેક હિન્દી ફિલ્મમાં બતાવે છે એમ અમુક ચોપડીઓ હતી જે રોમિયો સાથે અથડાવાથી પડી ગઈ. આ પડી ગયેલી ચોપડીમાંથી એક ચોપડીનું નામ એટલું મોટું અને વિચિત્ર હતું કે રોમિયો એ બુક રસ્તામાં પડી હોવા છતાં એને ઉચ્ક્યા વગર રોડ પર ઉભા ઉભા જ તેનું નામ વાંચવામાં પડી ગયો અને  પેલી છોકરી રોમિયોને જોવામાં પડી ગઈ. ને ત્યાં આપણા SNS તે છોકરીને જોવામાં  પડી ગયા. કહે છે એ ચોપડીનું આખું નામ વાચતા રોમિયાને ટોટલ અઢી મિનીટ લાગી હતી. બુકનું નામ વાચી લીધા પછી રોમિયાની નજર પેલી છોકરી પર પડી......

જોતાવેત રોમિયાનું દિલ ધબકારા ચુકી ગયું અને ચુકે પણ કેમ નહી? એ છોકરીની સુંદરતા પર એક મસમોટો નિબંધ લખી દેવાનું મન થાય એટલી એ ખુબસુરત હતી. ગોરી તો એવી કે ફેર એન્ડ લવલીની મોડ્લું એને જોઈ લે તો જલનના માર્યા કુવે કુદી આત્મહત્યા કરી નાખે. એની કમનીય કાયા એવી કે ફૂટપટી પોતાનો માપ એકવાર ચુકી જાય પણ સર્જન હારે આની કાયામાં  એક સે.મી પણ સુધારો વધારો કરવાનો બાકી નથી રાખ્યો એવી ફીલિંગએને જોનારને થાય. એના  કાળાભમ્મર વાળ છેક કેળ સુધી લાંબા હતા જેને એને ચોટલામાં બાંધી રાખ્યા હતા. રોમિયો અને પેલી છોકરી બન્ને એક બીજાને જન્મો પછી મળ્યા હોય તેમ આંખમાં આંખ નાખીને જોઈ રહ્યા. ને ત્યાજ વરસાદ વરસવા માંડ્યો. બહાર સુકી ધરતી ભીજાઈ રહી હતી અને મહી જાણે જન્મોથી પ્રેમના પ્યાસા બે કોરા દિલ એકમેકને ભીજવી રહ્યા હતા. એ છોકરીનું નામ હતું કુમુદ........

(વધુ બીજી પોસ્ટમાં)

આ સંપૂર્ણ સ્ટોરી ફેસબુક નો રોમિયો ની ફેસબુક વોલ પરથી લેવામાં આવેલ છે, 


Saturday, 11 October 2014

લાઈવ સ્કોર

Cricinfo International Scores: Get the latest scores of all the international cricket matches from Cricinfo. Add the Cricinfo International Scores widget now!

Monday, 28 July 2014

દેવો ના દેવ મહાદેવ

શ્રાવણ માસ ની ખૂબ ખૂબ શુભકાનાઓ 


દેવો ના દેવ એવા મહાદેવ માટે બજેટ માં આખો મહિનો ફાળવવા માં આવેલ છે.
જેથી કરીને મહાદેવ એમના બધા જ ભક્તો ના દુખો ને સાંભળી શકે અને એમના ભક્તો ની અગણિત
ડિમાન્ડ ઉપર વિચારણા કરીને યોગ્ય ફાળવણી કરી શકે છે.

મહાદેવ આખા સંસાર ના હેડ છે અને મોસ્ટ ઓફ ટાઇમ અંતરાધીન થઈ ને બેઠા હોય છે જેથી એમના ભક્તો
ની તરફ ખાસ ધ્યાન ના આપી શકે , આથી બધા જ દેવતા ઑ એ મળીને ભગવાન શિવ ને એક આખો મહિનો જ
આપી દીધો જેમાં એમને દેવલોક ના એકેય પ્રશ્નો પર ધ્યાન નહીં દેતા માત્ર ને માત્ર પૃથ્વી લોક સાથે જ ઓનલાઇન રેહવું .

ભોળાનાથ આમ તો શાંતિ પ્રિય અને નિજાનંદ માં રેહવા વાળા દેવ છે, એમને શોર બકોર જરાયે ના ગમે પણ
આટલો સમય શાંતિ થી રહ્યા હોય એટ્લે એમને પણ આ શ્રાવણ માસ માં ભજન, આરતી અને વળી ડીજે ભજનો સાંભળવાની
ખૂબ જ મજા પડી જતી હશે, ભક્તો ભોળાનાથ ને રિજવવા શ્રાવણ માસ શરૂ થતાં ની પેહલા જ મસ્ત મસ્ત ફોટા , નવી નવી રીંગટોન ,
ડાઉનલોડ કરીને આગોતરી તૈયારી માં પડિ જાય છે,

ફેસબુક , ટ્વિટર અને વોટ્સએપ માં બધા ને અગાઉ થી શુભકામનાઓ ના સંદેશા મોકલી ને શિવ ભક્તિ માં
ગળાડૂબ થય જાય છે, બધા જ મિત્રો ને શોધી શોધી ને મેસેજ કરે છે,

મંદિર માં દૂધ ની નદીઓ વહેવા લાગે છે, ત્યારે એક સમયે તો ભોળાનાથ પણ ચકિત થય જતાં હશે કે સાલું મારા
મસ્તક પર થી ગંગા વહે છે એના કરતાં પણ વધુ ફોર્સ થી દૂઘ નો પ્રવાહ મારા પર ધસમસતો આવી રહ્યો છે , ગંગા ને તો
જટા માં ધારણ કરી લીધી પણ આને કેમ હું ધારણ કરીશ, પણ નીલકંઠ જેનું નામ ગળા માં વિશ ને ધારણ કરી લેતા હોય તો
પછી આતો અમ્રુત છે , ભોળાનાથ રોજ સવારે દૂધ પિય પિય ને કંટાળતા નહીં હોય .? આવો સહેજે સવાલ થય આવે પણ
ભોળાનાથ આખા વર્ષ દરમ્યાન સમાધિ માં લીન રહેલા હોય એક મહિનો તો હોશેહોશે એમના ભક્તો દ્વારા કરવામાં આવતી સેવા
નો લાભ લે છે,

જે મંદિર આખા વરસ દરમ્યાન માત્ર ઉમર લાયક લોકો નું શાંતિ થી બેસવા માટેનું સ્થળ હોય છે એ જ મંદિર શ્રાવણ માસ
માં ભીડભાડ થી છલકાય જાય છે , નાના બાળકો થી માંડી યુવાનો, વડીલો અને ઘરડા લોકો પણ નિત્ય દર્શન કરવા અચૂક
જવા લાગે છે, મંદિર ના પૂજારી ને પણ ભોળાનાથ ના આ શ્રાવણ માસ પાસેથી ઘણીબધી અપેક્ષાઓ રહેલી હોય છે, ભક્તો દર્શને આવે અને યથા શક્તિ જે કઈ દાન પેટી માં નાખે એના થી પૂજારી ને ઘણી આર્થિક મદદ થતી હોય છે,
ભોળાનાથ પણ આવી રંગીન ભક્તિ થી તરબોળ થઈ ને એકવાર તો એમને પણ એમ થઈ જાય કે અહિયાં જ રહી જાવ.

લી . કાઠીયાવાડ એક્સપ્રેસ