Wednesday, 10 June 2015

ઉઘાડી આંખે નિહાળેલું સપનું

ઉઘાડી આંખે નિહાળેલું સપનું

કુદરત ની ભરપુર મસ્તાની આહ્લાદક રોનક, ઊંચા ઊંચા "સરું" નાં ઝાડવાઓ ની કતારબંધ લાઈનો. દરીયા નાં ઊછળતા મોઝાઓ, સુસવાટા બોલાવતો પવન, એમાંય ઝીણીઝીણી રેતીઓ ઊડી ને આંખોમાં પડતી હોય. પવન નાં સુસવાટામાં "તમારા" વાળ ઊડીને મારા મોઢા પર વીંટળાઇ જતાં હોય, માંડ માંડ ચુંદડી ને માંથા પર ઢાકી રાખવાનાં નીષ્ફળ પ્રયાસો. આખી દુનીયા મારા હાથ માં મુકી દીધી હોય એ રીતે મારા હાથ માં "તમારા" હાથ હોય, અને કોય દિવસ હું છોડવાનો ના હોવ એમ કચકચાવીને પકડી રહ્યો હોવ...

તડકો અને રેતી થી અકળાઈને સરું નાં મોટા એવા થડ ની બખોલ માં તમે લપાઈને બેસી ગયાં હોય. ને શરમાતાં શરમાતાં તમારી પાસે હું પણ બેસી ગયો હોવ. શું વાતો કરવી ની મથામણ માંથી તારા કપડાથી માંડી તારા નખ પર કરેલી નેઈલ પોલીશ ના, પગ ની ઝાંઝર થી લઈ હાથ ની બંગડી, કાન ની બુટી ને નાક ની નથડી નાં વખાણ કરતો હોવ..

તમારા મુખ મંડળ પર છવાય જતાં શરમ નાં શેરડા માં હું જાણે છબછબીયા કરતો હોવ એમ જોય જ રહેતો હોવ અને તમે ચુંદડી થી તમારા ચહેરા ને ઢાંકીને બે હાથ થી છુપાવી દેતા હોવ.. તમારા હાથ પર મારા હાથ ફરતા ફરતા ગરદન થી વાળ માં જઈ અટવાતા હોય, ને તમારી એ ઝુકેલી આંખો માં જાણે સામે રહેલા દરીયાનાં મોઝાના ઊછાળાઓ ને શાંત પડતા જોતો હોવ.

ધીરેધીરે આપણાં બંન્ને વચ્ચે ની જગ્યા નું અંતર ઓછું થતું થતું હવા પણ આપણાં વચ્ચેથી પસાર નાં થાય એટલું થઈ રહ્યું હોય. તમારા બદન માંથી આવતી માદક ખુશ્બુ માં હું તરબોળ થવા લાગ્યો હોવ.. એ ખુશ્બુ મને વધું ને વધું નજીક ખેંચી રહી હોય....

ધીરેક થી જ્યારે મારા હોઠ તમારા ગાલ ને સ્પર્શી ગયાં હોય અને તમારા આખા શરીર માં ઝીણીઝીણી ધણધણાટી પ્રસરતી હું અનુંભવી રહ્યો હોવ.. અને તમે વધું શરમાયને હળવેક થી મને વધું ને વધું દુર કરવાના નિષ્ફળ પ્રયાસ કરતા હોવ.

અને હું વધું ને વધું નજીક થતો હોવ જે તમને પણ સારું લાગતું હોય. તમારા અને મારા હ્રદય નાં ધબકારાઓ ની સ્પીડ વધતી જાતી હોય, અને બેઊ એકમેક માં ખોવાઈ જઈએ ની લાગણી નું ઘોડાપુર વછુટવાની કગાર પર આવીને ઊભું રહી ગયું હોય.

તમે નાં નથી જ પાડવાનાં છતાં પણ તમારી સહમતી જાણવા ખાતર હું તમને પુછતો હોવ અને તમે "હા" કે "ના" કહ્યા વગર આંખો બંધ કરીને બેસી રહ્યાં હોવ. હળવેકથી તમારા મુખ ને ઊંચુ કરીને તમારી અને મારી આંખો એકમેક ને જોઈ રહી હોય, બંનેની આંખો વચ્ચે એક સળી જેટલી જ જગ્યા રહી જવા પામી હોય.


એવામાં આપડે બંને તારા નાજુક નમણાં હોઠ પર મારા હોઠ બીડાઈ ગયાં હોય અને દુનીયા ને ભુલી આપણે આસમાન માં સહેલગાહે નીકળી પડ્યાં હોય.. ફરતાં જ રહીયે ફરતાં જ રહીયે જેવા ભાવ નો ઊભરો આવી રહ્યો હોય એવામાં મારા દાંત તમારા હોઠ પર ખુંચતા તમે પાછા આસમાન થી નીચે આવીને મને અલગ કરી દેતા હોવ.. પછી આપણે બંને એકમેક થી આંખો મીલાવતા પણ શરમાતા હોઈ, દીલ ફાટફાટ થાતું હોય એવાં ધબકારાઓ બેઊ પક્ષે દરીયાની જેમ તોફાને ચડ્યા હોય....

ચાલો હવે ઊભાં થાવ તમારે ઘરે પહોંચવા માં મોડું થાશે કહીંને મને પાછો હકીકત માં લાવીને મુંઝવતા હૌવ, અને પછી મને પણ મોડું થાય એ પહેલા ઘરે પહોંચી જવાની ઊતાવળ થાતી હોય.

દરીયાની રેતી ખંખેરતા ઊભા થઈ હાથમાં હાથ પરોવી, રેતીમાં ખુંપી જતાં પગે હળવે હળવે પાછાં વળતાં હોય. એ રળીયામણાં દરીયા કિનારાની યાદ હંમેશા માંટે સાથે રાખી લેવા આપણે બંને મોબાઈલ માં સેલ્ફી ખેંચતા હોય. આવી સરસ એકાએક મુલાકાત નું આયોજન કર્યું હોય અને મુલાકાત થઈ પણ જાય પછી તો ફરી પાછા હવે સપનાં માં જ તમારા આવવા ની અમે રાહ જોતા હોય.

આવી સરસ મુલાકાત પછી તમે મુલાકાત માંથી બીજું બધું ભુલી " તમે તો કાંય ખાવ છો કે નહી.? કેમ આટલા સુકાઈ ગયાં.? " એટલું જ યાદ રાખતા હોવ. અને અમે એવું મનમાં રાખ્યા વિના ફરી ક્યારે મળીશું નાં જ વિચારો કરતા હોય..

@ ખુ્લ્લી આંખે ઊંમરગામ નાં દરીયાકાંઠે જોયેલું એક સુંદર મઝાનું સપનું.

No comments:

Post a Comment

આપનો અમૂલ્ય પ્રતીભાવ અહી આપો, કોઈપણ પ્રકાર ની અભદ્ર કોમેંટ્સ નો ઉપયોગ ના કરવા આપ શ્રી ને વિનંતી.