Tuesday 23 June 2015

ફેસબુક મિત્રો નું ગેટ ટુ ગેધર



ફેસબુક મિત્રો નું ગેટ ટુ ગેધર

મહેમાન ગતિ માટે “કાઠીયાવાડ” નું ઉદાહરણ અપાતું કે “ કાઠીયાવાડ માં કોઈક દી તું ભૂલો પૈડ ભગવાન... તને સ્વર્ગ ભુલાવું શામળા ”. પણ સુરત ના લોકો ની મહેમાન નવાજી જોયા પછી તો બધા જ મોમાં આંગળા નાખી ગયા, બધા વાહ વાહ જ કરતાં હજી થાક્તા જ નથી, ઘણા દિવસો ની મેહનત કરી હોય એવું સ્પષ્ટ પણે દેખાય આવતું હતું, આટલી બધી વ્યસ્ત ઝીંદગી માં પણ આટલું સરસ આયોજન કરવા માટે મહેનત તો જોઇયે જ સાથે સાથે કિમમતી એવો સમય ફાળવવો પડે.

#સુરત_સ્નેહમિલન_ટિમ નો ખૂબ ખૂબ આભાર કે આવું સરસ આયોજન કરી ને વર્ચુયલ દુનિયા માં હસતા, ખેલતા, મઝાક મસ્તી કરતાં, દોસ્તો ને રિયલ લાઈફ માં પણ ભેગા થવાનો અનેરો પ્રસંગ ઊભો કર્યો.
આખી ટિમ ને ખૂબ ખુબ અભિનંદન કોઈ પણ પ્રકાર ની આયોજન માં ક્ષતિ કે ખોટ નથી વર્તાવા  દીધી.

હું તો “ભરુચ” થી સવાર ના 5 વાગે જાગીને નાહી-ધોઈ ને 6 વાગ્યા ની પોતાની “કાઠીયાવાડ એક્સપ્રેસ ” હોવા છતાં “ કચ્છ એક્સપ્રેસ ” દ્વારા સુરત 7 વાગતા જ પહોચી ગયેલો અને 8 વાગતા સુધી તો “હોટેલ સિરાત ” પણ પહોચી ગયેલો, આટલું વહેલા કોઈ આવ્યું નહતું એટ્લે પછી ત્યાં જ નજીક માં “બાપાસિતારામ ગાંઠીયા” ની લારી જોઈને ગાંઠીયા પર તૂટી પડ્યો , ગમે એમ તોઈ ભાવનગરી તો ખરો ને .
સવારે ૯ સવા ૯ જેવુ થયું એટ્લે પાછો હોટેલ પર પહોચી ગયો દૂર થી જ “ ભાવું કાકા “ ને જોયા પેલી જ વાર છતાં ઓળખી તો ગયો જ પછી “ કોબ્રા ભા બાપુ “ , “ દિકું ( મને કોઈ બોલાવતું નથી ) , નાનું ગલૂડિયું , સુરજ આહીર કાકા, જયદીપ કાકડિયા , બધા રાજકોટ ને જામનગર થી આવેલા બધા ને મળીને ખૂબ જ મઝા આવી અને હોટેલ ની બહાર થી જ સ્નેહ મિલન ચાલુ થયું આપદે તો.

પછી તો ધીરે ધીરે બધા જ આવતા ગયા, અને ઢોલી ઢોલ લઈને આવી ગયા ને ઢોલ પર દાંડી મારી કરી રમઝટ અને ટેનિયા બાપુ તો એના તાલે પણ નાચતા હતા ,

પાસ કલેક્ટ કરવા માં આવ્યા અને ફી પણ આપી, અને પછી બધા જ આવેલા મિત્રો નું કંકુ ચોખા થી સ્વાગત પણ કરવા માં આવેલું, ત્યાર બાદ સવાર સવાર નો નાસ્તો ચા , સેન્ડવિચ, અને સુરતી નો પ્રખ્યાત લોચો વિથ ચીજ, ખાવા માં તો બધા એ એવી રમઝટ બોલાવી કે સવાર નો નાસ્તો છે એતો જાણે બધા ભૂલી જ ગયા હતા, ડોં. સુરેશ સાવજ ને પણ સ્ટેજ પર થી એલાવુંસ કરવું પડેલું કે ભૈયો આ સવાર નો નાસ્તો છે તમે તો બપોર નું પણ સાથે જામી લીધું હાહાહા ....

નાસ્તા પર થી મહા પરાણે સ્થાન ગ્રહણ કરાવ્યુ બધા ને , ત્યાર બાદ સ્ટેજપર થી બધા જ દાતાશ્રી ઑ નું નામ લઈ જે હાજર હતા એ બધા જ મિત્રો ને સ્ટેજ પર બોલાવી એમનું ફૂલગુચ્છ થી સમ્માન કરવામાં આવ્યું, જેમાં જય વાડોદરિયા (વીર ધોતિયા વાળો) નું સ્વાગત મારા હાથે કરવામાં આવેલું, ખરેખર દાતાશ્રી ઑ સમ્માન ને પાત્ર હતા, કેમ કે આવા આયોજન માં લોકો ૪૦૦ રૂપિયા ટિકિટ રાખીને આવશે કે કેમ એ પણ એક સવાલ બની જતો હોય એવા સંજોગો માં આવા દાતાશ્રી ઑ ૫૦૦૦-૫૦૦૦ રૂપિયા જેવો સહયોગ પણ આપી શકતા હોય તો એમનું સ્વાગત અને સમ્માન કરવું જ જોઇયે,

સ્વાગત વિધિ બાદ ઉપસ્થિત તમામ મિત્રો નો ટૂંક માં પરિચય , આમાં સૌથી વધુ મઝા આવી કારણ કે આના દ્વારા કઈ વ્યક્તિ કોણ છે એ જાણવા મળ્યું, ઘણા ને તો ઓળખી જ ગયા હતા બધા પણ અમુક મારી જેવા કોઈ દિવસ પોસ્ટ માં ફોટા જ ના મુક્તા હોય એમને જાણવા માટે પરિચય ની જરૂર હતી, ઘણા મિત્રો પોસ્ટ બબ્બે કિલોમીટર લાંબી લખી નાખતા હોય છે પણ પોતાના પરિચય માટે ૨ શબ્દ પણ નોતા બોલી શક્યા જે ખરેખર નિરાશાજનક વાત રહી, ખેર એમને પણ ઓળખી તો લીધા જ .

કવિ શ્રી ઑ આવેલા પણ સારું હતું કે તેઓ સ્ટેજ પર બોલી નોતા શકતા એટ્લે બધા મિત્રો ને એમને મળીને અને એમને સાંભળ્યા વગર ખૂબ જ મઝા આવી હાહાહા (તમારી શાયરી ઑ ની અમે ખૂબ ખૂબ સરાહના કરીયે છીયે, અને તમે સરસ જ લખો છો.) બાકી બોલવામાં તો મી.દબંગ ધીરેન સાહેબ અને ડોં. સુરેશ સાવજ સાહેબ જલસો જ પાડી ધીધો.

પરિચય લેતા લેતા જ બપોર ના લંચ નો ટાઈમ થઈ ગયો અને પછી તો બધા રાહ જ જોતાં હતા, જમણવાર માટે તો એમ કેવાય છે કે “ કાશી નું મરણ અને સુરત નું જમણ “ એટ્લે જમણ તો જોર માં જ કરવું પડે ને .... બધા મિત્રો એ બરાબર જમીને પછી પાછો “ આઇસ્ક્રીમ” પણ રાખેલો તો ફૂલપેટ જામી ને ઉપર આઇસ્ક્રીમ પણ ધરાઇ ને ખાધો.

લંચ પછી બધા મિત્રો આમતેમ ફરીને ( પાન-માવા ) વાળાઑ એ પોતાના ખર્ચે એ પણ ધરાઇ ને ખાધા જેની ચિંતા લંદન માં બેઠેલા “કાંતાબહેન” ને પણ હતી અને જે લોકો આવું વ્યસન છોડવા માંગતા હોય એના માટે ટ્રીટમેંત નો સંપૂર્ણ ખર્ચો પોતે આપશે એવી પણ જાહેરાત કરેલી, પણ છોડવા માં કોઈ ને રસ હોય એવું તો લાગતું નથી, હાહાહા

તો ત્યાર બાદ ફરી બધા એ સ્થાન ગ્રહણ કર્યું અને હવે સંખ્યા માં થોડોક ઘટાડો થયો હોય એવું વરતાતું હતું, કેમ કે દૂર થી આવેલા મિત્રો સુરત માં તેમના સગા વહાલા ને કે મિત્રો ને મળવા ગયા હોય એવું લાગ્યું, પણ આપદે તો માત્ર સ્નેહમિલન માં મિત્રો ને મળવા જ આવેલા એટ્લે આખો દિવસ અહિયાં જ વિતાવવાનો હતો. પછી ફરી થી જે કોઈ પરિચય માં બાકી હોય ઇનો પરિચય આપવા માં આવ્યો.

ત્યારબાદ કમલા ધમાલિયા તરફ થી એક ફની સવાલ રજૂ કરવામાં આવ્યો, આવા એક સવાલ ના જવાબ માં મને ઈનામ મળેલું હાહાહા સવાલ હતો કોનું મોઝું ફાટેલું છે, પણ કોઈ નું મોઝું ફાટેલું નોતું, એટ્લે સવાલ ને બદલી ને કોઈ પણ ના શર્ટ માં બટન તૂટેલું હોય એને આપવાનું નક્કી કર્યું જેમાં કોઈ ધુરંધર નો હાથ ઊચો ના થયો પછી આપદે તો ધિંગાણા માં જંપલાવ્યું હહહહાહા અને નાગરાજ ના હાથે પારિતોષિક મળ્યું ખી ખી ખી

ત્યારબાદ સંગીત ખુરશી, મ્યુજિક ક્લાસ ના મિત્રો આવેલા જેમને મુજિક ની સાથે સરસ મઝા ના સોંગ્સ પણ સંભળાવ્યા અને બધા ને ખૂબ જ મઝા કરાવી,. ડાંસ , ડિસ્કો અને ગરબા ની રમઝટ પણ બોલાવી ખૂબ જ મઝા આવી.

મળીને તો આખો દિવસ ખૂબ જ મઝા આવી પણ પછી મઝા માણ્યા પછી ફરી થી જુદા પાડવાનો સમય આવી ગ્યો અને સ્નેહમિલન ના પોગરમ ને પૂરો કરવા ને બદલે અધૂરો જાહેર કરીને છેલ્લે સૌ આવેલા મિત્રો ને ગિફ્ટ આપી અને વિદાય કરવામાં આવ્યા, આયોજક મિત્રો ના બીજે દિવસે સવાર માં ફેસબુક વોટ્સપ્પ માં પર્સનાલિ મેસેજ પણ આવ્યા કે તમે કુશળ મંગલ આરામ થી પોત પોતાના ઘરે પહોચી ગયા છો ? આટલી કાળજી આયોજક દ્વારા લેવામાં આવી હતી, જેનો કોઈપણ મિત્ર આખી આયોજક ટિમ નો શબ્દો માં આભાર ના માની શકે એવું ઉમદા કાર્ય કાળજી થી પાર પાડવા માં આવેલું, બધા મિત્રો ના મોઢે એક જ વાત હતી કે ફરી થી જલ્દી થી આવું આયોજન કરવામાં આવે, સુંદર આયોજન સ્નેહમિલન ટિમ સુરત નો ખોબલે ખોબલે આભાર.....

લી.
કાઠીયાવાડ એક્સપ્રેસ
www.fb.com/kathiyawad.express

Wednesday 10 June 2015

ઉઘાડી આંખે નિહાળેલું સપનું

ઉઘાડી આંખે નિહાળેલું સપનું

કુદરત ની ભરપુર મસ્તાની આહ્લાદક રોનક, ઊંચા ઊંચા "સરું" નાં ઝાડવાઓ ની કતારબંધ લાઈનો. દરીયા નાં ઊછળતા મોઝાઓ, સુસવાટા બોલાવતો પવન, એમાંય ઝીણીઝીણી રેતીઓ ઊડી ને આંખોમાં પડતી હોય. પવન નાં સુસવાટામાં "તમારા" વાળ ઊડીને મારા મોઢા પર વીંટળાઇ જતાં હોય, માંડ માંડ ચુંદડી ને માંથા પર ઢાકી રાખવાનાં નીષ્ફળ પ્રયાસો. આખી દુનીયા મારા હાથ માં મુકી દીધી હોય એ રીતે મારા હાથ માં "તમારા" હાથ હોય, અને કોય દિવસ હું છોડવાનો ના હોવ એમ કચકચાવીને પકડી રહ્યો હોવ...

તડકો અને રેતી થી અકળાઈને સરું નાં મોટા એવા થડ ની બખોલ માં તમે લપાઈને બેસી ગયાં હોય. ને શરમાતાં શરમાતાં તમારી પાસે હું પણ બેસી ગયો હોવ. શું વાતો કરવી ની મથામણ માંથી તારા કપડાથી માંડી તારા નખ પર કરેલી નેઈલ પોલીશ ના, પગ ની ઝાંઝર થી લઈ હાથ ની બંગડી, કાન ની બુટી ને નાક ની નથડી નાં વખાણ કરતો હોવ..

તમારા મુખ મંડળ પર છવાય જતાં શરમ નાં શેરડા માં હું જાણે છબછબીયા કરતો હોવ એમ જોય જ રહેતો હોવ અને તમે ચુંદડી થી તમારા ચહેરા ને ઢાંકીને બે હાથ થી છુપાવી દેતા હોવ.. તમારા હાથ પર મારા હાથ ફરતા ફરતા ગરદન થી વાળ માં જઈ અટવાતા હોય, ને તમારી એ ઝુકેલી આંખો માં જાણે સામે રહેલા દરીયાનાં મોઝાના ઊછાળાઓ ને શાંત પડતા જોતો હોવ.

ધીરેધીરે આપણાં બંન્ને વચ્ચે ની જગ્યા નું અંતર ઓછું થતું થતું હવા પણ આપણાં વચ્ચેથી પસાર નાં થાય એટલું થઈ રહ્યું હોય. તમારા બદન માંથી આવતી માદક ખુશ્બુ માં હું તરબોળ થવા લાગ્યો હોવ.. એ ખુશ્બુ મને વધું ને વધું નજીક ખેંચી રહી હોય....

ધીરેક થી જ્યારે મારા હોઠ તમારા ગાલ ને સ્પર્શી ગયાં હોય અને તમારા આખા શરીર માં ઝીણીઝીણી ધણધણાટી પ્રસરતી હું અનુંભવી રહ્યો હોવ.. અને તમે વધું શરમાયને હળવેક થી મને વધું ને વધું દુર કરવાના નિષ્ફળ પ્રયાસ કરતા હોવ.

અને હું વધું ને વધું નજીક થતો હોવ જે તમને પણ સારું લાગતું હોય. તમારા અને મારા હ્રદય નાં ધબકારાઓ ની સ્પીડ વધતી જાતી હોય, અને બેઊ એકમેક માં ખોવાઈ જઈએ ની લાગણી નું ઘોડાપુર વછુટવાની કગાર પર આવીને ઊભું રહી ગયું હોય.

તમે નાં નથી જ પાડવાનાં છતાં પણ તમારી સહમતી જાણવા ખાતર હું તમને પુછતો હોવ અને તમે "હા" કે "ના" કહ્યા વગર આંખો બંધ કરીને બેસી રહ્યાં હોવ. હળવેકથી તમારા મુખ ને ઊંચુ કરીને તમારી અને મારી આંખો એકમેક ને જોઈ રહી હોય, બંનેની આંખો વચ્ચે એક સળી જેટલી જ જગ્યા રહી જવા પામી હોય.


એવામાં આપડે બંને તારા નાજુક નમણાં હોઠ પર મારા હોઠ બીડાઈ ગયાં હોય અને દુનીયા ને ભુલી આપણે આસમાન માં સહેલગાહે નીકળી પડ્યાં હોય.. ફરતાં જ રહીયે ફરતાં જ રહીયે જેવા ભાવ નો ઊભરો આવી રહ્યો હોય એવામાં મારા દાંત તમારા હોઠ પર ખુંચતા તમે પાછા આસમાન થી નીચે આવીને મને અલગ કરી દેતા હોવ.. પછી આપણે બંને એકમેક થી આંખો મીલાવતા પણ શરમાતા હોઈ, દીલ ફાટફાટ થાતું હોય એવાં ધબકારાઓ બેઊ પક્ષે દરીયાની જેમ તોફાને ચડ્યા હોય....

ચાલો હવે ઊભાં થાવ તમારે ઘરે પહોંચવા માં મોડું થાશે કહીંને મને પાછો હકીકત માં લાવીને મુંઝવતા હૌવ, અને પછી મને પણ મોડું થાય એ પહેલા ઘરે પહોંચી જવાની ઊતાવળ થાતી હોય.

દરીયાની રેતી ખંખેરતા ઊભા થઈ હાથમાં હાથ પરોવી, રેતીમાં ખુંપી જતાં પગે હળવે હળવે પાછાં વળતાં હોય. એ રળીયામણાં દરીયા કિનારાની યાદ હંમેશા માંટે સાથે રાખી લેવા આપણે બંને મોબાઈલ માં સેલ્ફી ખેંચતા હોય. આવી સરસ એકાએક મુલાકાત નું આયોજન કર્યું હોય અને મુલાકાત થઈ પણ જાય પછી તો ફરી પાછા હવે સપનાં માં જ તમારા આવવા ની અમે રાહ જોતા હોય.

આવી સરસ મુલાકાત પછી તમે મુલાકાત માંથી બીજું બધું ભુલી " તમે તો કાંય ખાવ છો કે નહી.? કેમ આટલા સુકાઈ ગયાં.? " એટલું જ યાદ રાખતા હોવ. અને અમે એવું મનમાં રાખ્યા વિના ફરી ક્યારે મળીશું નાં જ વિચારો કરતા હોય..

@ ખુ્લ્લી આંખે ઊંમરગામ નાં દરીયાકાંઠે જોયેલું એક સુંદર મઝાનું સપનું.